Breaking News

જમ્મુ કાશ્મીર માં કઈક મોટું થવા જઈરહ્યું છે,પ્રધાનમંત્રી મોદી એ બોલાવી સર્વદળીય બેઠક,ગૃહમંતી અમિતશાહ પણ રહેશે હાજર….

જમ્મુ-કાશ્મીરના રાજકારણ માં ફરી એક વખત તરખરાટ મચી શકે છે. મળેલ માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24મી જૂનના રોજ જમ્મુ-કાશ્મીરની તમામ રાજકીય પક્ષો એક મીટિંગ બોલાવી છે.

આ મીટિંગમાં ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રના કેટલાંય મોટા નેતા પણ હાજર થઇ શકે છે. આ મીટિંગમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવાને લઇ પણ ચર્ચા થવાની પુરે પુરી સંભાવના છે.

ઑગસ્ટ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરવા અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં અલગ કર્યાના અંદાજે 2 વર્ષ પૂર્ણ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય ગતિરોધ પૂરો કરવા માટે કેન્દ્રની આ પહેલી મોટી કવાયત મનાય છે. આ મીટિંગમાં જમ્મુ અને કાશ્મીર બંને ક્ષેત્રોના નેતાઓને બોલાવામાં આવ્યા છે.

કેન્દ્રે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લા, પીડીપીના અધ્યક્ષ મુફત્તી, જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના અલ્તાફ બુખારી, પીપુલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ લોનને મીટિંગમાં બોલાવ્યા છે. બધી પાર્ટી મીટિંગમાં જમ્મુ-કાશ્મીરના ભાજપા અને કોંગ્રેસના નેતાઓ સામેલ થાય તેવી સંભાવના છે.

5 ઑગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને દુર કરી દેવામાં આવી હતી. તે પછી રાજ્યની કેટલીય પાર્ટીઓએ મળીને પીપુલ્સ એલાયન્સ ફોર ગુપ્કાર ડિક્લેરેશન બનાવ્યું હતું. તેમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવી પાર્ટીઓ પણ સામેલ છે.

About gujju

Check Also

નીતા અંબાણી પાસે છે ૨૩૦ કરોડનું રોયલ વિમાન,જેમાં છે રાજમહેલ જેવી સુવિધાઓ,જુઓ આ અદભુત વિમાન ની તસવીરો…..

જો આપણે એશિયાની સૌથી શક્તિશાળી ઉદ્યોગપતિની વાત કરીએ તો નીતા અંબાણીના નામની જરૂર છે. નીતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *