Breaking News

દ્વારકા ના દ્વારકાધીશના મંદિરની ધજા માઁ છુપાયેલા છે અનેક રહસ્યો,હવાની વિરુદ્ધ દિશા માઁ ફરકે છે દ્વારકા મંદિરની ધજા,આ રહસ્ય વિષે…

ગુજરાત ના હાલાર વિસ્તાર ને કાપી તેમજ સૌરાષ્ટ્ર ના પશ્ચિમ દરિયાકાંઠે ભગવાન કૃષ્ણ નુ જગ વિખ્યાત મંદિર આવેલું છે અને તે દ્વારકા મા હોવાથી તેને દ્વારકાધીશ અને જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર હિંદુઓ ના મુખ્ય ધાર્મિક સ્થળો માંથી એક છે.

જેટલું મહત્વ હિંદુ ધર્મ મા ચાર ધામ ની યાત્રા નું એટલું જ મહત્વ અહિયાં સૌરાષ્ટ્ર ના દ્વારકાધીશ કૃષ્ણ ના મંદિર નું છે.આ પહેલા આવો જાણીએ દ્વારકા મંદિર વિશે ભારતના પૌરાણિક ગ્રંથો મહાભારત અને ભાગવત તથા પુરાણોમાં જેનો ઉલ્લેખ છે.

જેના વિષે પુરાણો માઁ મનભરીને અને દિલ ખોલીને કરવામાં આવ્યા છે એ ભગવાનની કર્મભૂમિ દ્વારિકા ગુજરાતમાં છે આપણે નાના હતા તે અત્યારે મોટાં થયા ત્યાં સુધી ભગવાન વિષ્ણુના અવતારોની વાર્તાઓ અને તેમના પરાક્રમો સાંભળતા જ આવીએ છીએ જેમાં દ્વારકાનો ઉલ્લેખ છે આ દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણ સાથે સારીરીતે સંબંધિત છે.

દ્વારકાએ દેવભુમી દ્રારકા જીલ્લાનું મુખ્‍ય મથક માનવામાં છે. સૌરાષ્‍ટ્રની પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલ દ્વારકા એક પવિત્ર યાત્રાધામ તરીકે દેશ ભરમાં વિખ્યાત છે. પહેલાના જમાનામાં આ માર્ગેથી ભારતમાં પ્રવેશ થઈ શકતો.

ગોમતી નદીના જમણા બાજુના કિનારે આવેલ આ એક ખુબ જુના બંદર ગાહ તરીકે આખી દુનિયા માઁ પ્રખ્‍યાત શહેર છે.દ્વારકા શબ્‍દ દ્વાર અને કા એમ બે શબ્‍દોના મિલાન થી બનેલ છે.દ્વાર નો અર્થ થાય છે દરવાજો અને માર્ગ જ્યારે કાનો અર્થ છે બ્રહ્મતેનો આખો અર્થ લઈએ તો દ્વારકાનો અર્થ છે.

બ્રહ્મ તરફ લઈ જતો માર્ગ.વેદ-પુરાણો અને શાસ્ત્રો જણાવે છે કે આજ થી લગભગ પાંચ હજાર વર્ષ પેહલા દ્વાપર યુગ મા મથુરા છોડી ભગવાન કૃષ્ણ દ્વારકા માઁ બિરાજમાન થયા હતા અને દ્વારકા નગરી ને પોતાની રાજધાની બનાવી હતી.

દ્વારકા મંદિર ઉપર ચડાવવા મા આવતી આ ધજા નું પણ અનેરું મહત્વ છે. આ ધ્વજ ની ખૂબી એ છે કે અહિયાં હવા કોઇપણ દિશા માંથી વેહતી હોય પરંતુ આ મંદિર ઉપર ચઢાવવામાં આવેલ ધજા તો હંમેશા પશ્ચિમ થી પૂર્વ તરફ જ ફરકે છે.

દ્વારકાના મંદિર ની ઉપર ફરકતી આ ધજા ને ઘણા કિલોમીટર દૂર થી પણ તમારે સારી રીતે નિહારી શકો છો. જેનું એક કારણ છે આ ધજા ની લંબાઈ કેમકે આ ધજા નાની નહીં પરંતુ આખા ગજ ની છે.દ્વારકા દ્વારમતિ અને દ્વારાવતી તરીકે પણ ઓળખાય છે.

ભગવાન શ્રી કૃષ્‍ણ મથુરા છોડી આખા યાદવ પરિવાર સાથે અહીં આવીને વસ્‍યા ત્‍યારથી આ સ્‍થળની ગણના એક પવિત્ર ધામ તરીકે થવા લાગી. દ્વારકા હિન્‍દુ ધર્મના ચાર યાત્રાધામો પૈકીની મોક્ષ નગરી તરીકે જાણીતી છે.એમ કહેવાય છે કે, સૌરાષ્‍ટ્રના પાંચરત્‍નો છે નદી, નારી, તુરંગ (ઘોડો) ચોથું શ્રી સોમનાથ ધામ અને દ્વારકાધીશના દર્શન.હિન્‍દુ સાહિત્‍ય પ્રમાણે મગધદેશના રાજા જરાસંઘના ત્રાસથી કંટાળીને ભગવાન કૃષ્‍ણ, જેને વિષ્‍ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. તેઓ અહીં આવીને વસ્‍યા. આ માટે તેઓએ કાબાઓ સાથે સંઘર્ષ કરવો પડયો હતો. શ્રી કૃષ્‍ણએ પોતાની રાજધાની દ્વારકાને બનાવી.

About gujju

Check Also

જૂનાગઢ થી કેશોદ હાઇવે પર ૫૦૦ રૂપિયાની નોટો ઊડતી જોવા મળી,લોકોએ નજીક જઈને જોયું તો થયું એવું…..

જૂનાગઢના કેશોદ તાલુકામાં કેટલાક તોફાની બારકસોએ લોકોની ભરપૂર મજા લીધી હતી. અહીં રસ્તામાંથી પસાર થયેલા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *