Breaking News

ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રહેજો તૈયાર,સરકારે આ તારીખે ફરીવાર પરીક્ષાઓ લેવાનું નક્કી કર્યું…..

ગુજરાત રાજ્યમાં કોરોના કહેરને લીધે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પણ તે સમયે રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે જ તેવું ગુજરાત સરકારે જાહેર કર્યું હતું.

તેવામાં આજે ફરી એકવાર રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 15 જૂલાઈના રોજ ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા અત્યારે ખાલી પરીક્ષાની તારીખ જ જાહેર કરવામાં આવી છે. અને રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષાનો વધારે માહિતી ભર્યો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. રાજ્યમાં એક લાખ કરતાં પણ વધારે રિપીટર્સ વિદ્યાર્થીઓ છે જે પરીક્ષા માટે તૈયાર થવાની માહિતી પાવામાં આવી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ધોરણ 10 અને 12ના નિયમિત, રિપીટર, ખાનગી અને પૃથ્થક વિષયરથી ઓ બોર્ડની જાહેર પરીક્ષા પહેલી જુલાઈના રોજ લેવાનો નિર્ણય સરકારે કર્યો હતો.

પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓ મોકુફ રાખવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15 જુલાઈના રોજ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. સ્કૂલોના આચાર્યોએ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવાની રહેશે.

About gujju

Check Also

વૈજ્ઞાનિકોની ચેતવણી:દર ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ માટે જીવલેણ બનશે કોરોનાનો સુપર મ્યુટન્ટ વેરિયંટ….

કોરોના વાયરસનો ચેપ વિશ્વમાં ચિંતાનો વિષય બની ગયો છે. નવું સંસ્કરણ ઘણા દેશોમાં તરંગો બનાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *