Breaking News

આ છે ભારતનું સૌથી અમીર ગામ જેનાવિષે જાણીને અમેરિકા અને મુંબઈ ને પણ ભૂલી જાસો……

દોસ્તો ગુજરાતનું એક ઇન્દ્રપુરી જેવું ગામ , જ્યાં મેટ્રો સિટીમાં પણ ન હોય તેવી સુવિધાઓ આવેલી છે. મિત્રો ભારતનું આ સૌથી અમીર ગામ છે. દોસ્તો આજના આ લેખમાં અમે તમને એક એવા ગામડા વિશે વાત કરવાના છીએ જે ગામમાં ભારતનું સૌથી વધુ પૈસા વાળુ ગામ માનવામાં આવે છે.

આ ગામમાં કુલ ૧૨ હજાર જેટલા લોકો છે. એવું કહેવામાં આવે છે કે આ ગામમાંથી પ્રત્યેક ઘર માંથી એક વ્યક્તિ વિદેશમાં રહે છે. આણંદ જિલ્લામાં આવેલું ધર્મજ ગામ, ભારત નું ખૂબ જ પૈસા વાળુ ગામ તરીકે ઓળખાય છે. આ ગામની ચારે બાજુ, ઉડીને આંખે વળગે એવી સમૃદ્ધિ જોવા મળે છે.

ગામમાં ૮૦ ટકાથી વધારે પાટવાળ વર્ગ ના લોકો વસે છે. મિત્રો ૧૯૭૫ની સાલની પહેલા આ ગામડું પણ એક બીજા ગામો ની જેમ સામાન્ય ગામ હતું. પરંતુ આ ગામમાં થઈ ગયેલા રાજનેતાઓ, પાટીદાર લોકોનો સંપ, અને શુઝબુઝ સાથે વિદેશમાં જવાની હિંમત, વતનના વિકાસની ખેવના કરવાવાળા લોકો, ગામના સુખમાં પોતાનું સુખ જોનારા વડીલો,

અને ખંતીલા જુવાન લોકોના જોસના પ્રતાપે આ ગામ એક અલબેલું નગરી બન્યું છે. એવું માનવામાં આવે છે કે આ ગામની ઇકોનોમી તાલુકા અને જિલ્લાઓ કરતાં પણ વધુ આગળ છે. અહીં રહેતા દરેક લોકોમાં બેંકમાં લોન લેવા કરતાં તેમની ડિપોઝિટ વધારે હોય છે.

મિત્રો આ ગામમાં દરેક પરિવાર માંથી એક વ્યક્તિ વિદેશ જઈને કામ ધંધો કરી પૈસા કમાય છે. આથી ધર્મજ ગામ ને NRI ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો દુનિયાના દરેક દેશોમાં આ ગામના લોકો વસે છે. ધર્મજ ગામના 1500 જેટલા પરિવારો એકલા ઇંગ્લેન્ડ માઁ જ સ્થાયી થયા છે.

માત્ર વિદેશ ની કમાણી ઉપર જ આ ગામ નભતું નથી. પરંતુ આ ગામના લોકો મહેનતુ, દેશદાઝ વાળા, સમજુ, શાણા છે. નવી પેઢી શિક્ષિત અને જમાના સાથે કદમ મૂકી ચાલવા વાળી છે. ગામના ખેડૂતો અતિ આધુનિક ઢબે ખેતી કરી ને બમણી કમાણી કરે છે.

About gujju

Check Also

TMKOC નું આ પાત્ર બનવા જઈરહ્યું છે બિગબોસનો હિસ્સો,જાણો ક્યાં એક્ટર જોડાશે…..

અફવા હતી કે બિગ બોસ 15 ડિરેક્ટર કરણ જોહર હોસ્ટ કરશે પરંતુ કોઈ સત્તાવાર નિવેદન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *