Breaking News

શું તમે પણ તમારા હાર્ટ ને તંદુરસ્ત રાખવા માંગો છો,તો પીવો આ જાદુઈ પીણું,જે છે ખુબ ફાયદા કારક….

નબળી જીવનશૈલી અને આરોગ્યને નુકશાન કારક આહારને કારણે લોકો હૃદયરોગના શિકાર બની રહ્યા છે. દરરોજ વિશ્વમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેઓ ઉતેજીત સ્વાભાવના છે, તેમને હૃદયની સમસ્યાઓનું જોખમ સૌથી વધુ હોય છે. હૃદય આપણા સમગ્ર શરીરમાં શુદ્ધ લોહી અને ઓક્સિજન પૂરા પાડવા નું કામ કરે છે. શરીરમાં વધતા કોલેસ્ટ્રોલને કારણે પણ હૃદય સંબંધિત બીમારીઓ થાય છે.

હૃદયને તંદુરસ્ત રાખવા માટે સારી કાર્ડિયોવૅસ્ક્યુલર કસરતની સાથે સાત્વિક આહારનું સેવન કરવું પણ ખૂબ જ ફાયદાકારક છે. હાર્ટને તંદુરસ્ત રાખવા માટે એન્ટી ઓક્સિડેન્ટ્સ અને સંતુલિત હોય તેવા ખોરાક અને હેલ્ધી પીણાંનું સેવન કરવું જોઈએ. આવાં જ કેટલાક સ્પેશિયલ પીણાં વિશે જાણો જે તમારા હૃદયને બીમારીઓ થી બચાવશે.

બ્રોકોલી-સ્પિનચનું જ્યૂસ
બ્રોકોલી અને પાલક બંને શરીરની તંદુરસ્તી માટે ખૂબ સારાં છે. તેમાં કેરોટિનોઇડ્સ નામનું તત્ત્વ હોય છે, જે હૃદયને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. અને સાથે સાથે તે ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. આ બંને વસ્તુઓમાંથી બનાવેલ જ્યુશ પીવાથી શરીરને તંદરસ્ત કરવામાં પણ મદદ મળે છે. શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર નિયંત્રણમાં હોવાથી, હૃદય તંદુરસ્ત રહે છે અને શરીર અનેક રોગોથી પણ દૂર રહે છે.

ગાજર અને બીટનો રસ
બીટરૂટમાં નાઈટ્રેટ હોય છે જે શરીરમાં નાઈટ્રિક ઓકસાઈડમાં ફેરવાય છે. ગાજરમાં નાઈટ્રેટ પણ હોય છે, જે શરીરમાં લોહીનો પ્રવાહ સુધારવામાં મદદ કરે છે. એટલું જ નહીં, ગાજરમાં બીટા કેરોટિન હોય છે, જે રુધિરવાહિનીઓને સાફ કરવામાં ખુબ ઉપયોગી છે. ગાજર અને બીટના રસનું સેવન કરવાથી હૃદય તંદુરસ્ત અને નિરોગી રહે છે અને ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે.

કાકડી અને ફુદીનાનું જ્યુશ
ઉનાળાની ઋતુમાં કાકડીનું સેવન કરવું જ જોઇએ. કાકડી પાચન શક્તિને મજબૂત કરે છે અને પેટને ઠંડું રાખે છે. આ સાથે તે શરીરમાં પાણીની કમી પણ દૂર કરે છે. કાકડીમાં હાજર ફાઇબર કબજિયાતની સમસ્યાથી પણ રાહત મેળવવામાં મદદ કરે છે.

સાથે જ તાજા ફુદીનામાં એન્ટિઓક્સિડેન્ટ્સ, વિટામિન-એ અને વિટામિન-કે જોવા મળે છે. આ બંને વસ્તુઓમાંથી બનાવેલ પીણું પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે અને આ રીતે હૃદયને તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે.

 

About gujju

Check Also

ભાજપ શાસિત આ રાજ્ય ના મુખ્યમંત્રી આજે આપી શકે છે રાજુનામુ,જાણો કોણ બનશે નવા મુખ્યમંત્રી…..

બીએસ યેદિયુરપ્પા આજે આ પદ પરથી રાજીનામું આપી શકે છે છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકમાં નેતૃત્વમાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *