Breaking News

આને કહેવાય લોકડાઉંન નો સદુપયોગ,નવરા બેઠા આ મેકેનિકે જૂની મારુતિ ને લેમ્બોર્ગીની કાર માં ફેરવી નાખી,જાણો તેની આ સ્ટોરી.

આસામના કરીમગંજ જિલ્લામાં એક મોટર મિકેનિકે ખુબ ઓછા સંસાધનોનો ઉપયોગ કરીને એક લેમ્બોર્ગીની કાર બનાવી છે. કરીમગંજના ભાંગા વિસ્તારના એક મોટર મિકેનિક નુરુલ હકે એક જૂની મારુતિ કારને લેમ્બોર્ગીની કારમાં બદલી નાખી છે. જે ઈટાલિયન લક્ઝરી કાર લેમ્બોર્ગિનીના એક મોડેલ જેવી દેખાઈ છે.

30 વર્ષ ના નુરુલ હકે કહ્યું કે તેણે એમાં 6.2 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.તે હંમેશાથી લેમ્બોર્ગિની જેવી લકઝરી કાર ચલાવવા માગતો હતો. નુરુલ હકે કહ્યું કે, આવી લક્ઝરી કાર બનાવવા અને ચલાવવું મારું સપનું હતું. મને લેમ્બોર્ગિની કાર ખુબ જ પસંદ છે અને છેલ્લે મેં એક જુની સ્વિફ્ટ કારને મારા સપનાની કારમાં બદલી નાખી.

નુરુલ ભાંગા વિસ્તારમાં એક ગેરેજ માલિક છે. કોરોના લોકડાઉનની પહેલી લહેરે તેને કામ વગર ઘરમાં બેસવા મજબૂર કરી દીધો અને જે બાદ તેણે તેની જુની સ્વિફિટ કારને લેમ્બોર્ગિની કારમાં ફેરવવાનો નિર્ણય કર્યો હતો.

છેલ્લા આઠ મહિનાથી તે આ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા. તેના પ્રોજેક્ટનો કુલ ખર્ચ લગભગ 6.2 લાખ રૂપિયા છે. સૌથી પહેલાં મેં યુટ્યુબ પર વીડિયો જોઈને એક લેમ્બોર્ગિની મોડલના અમુક ભાગોનું નિર્માણ શરૂ કર્યું હતું.

નુરુલે કહ્યું કે મને એક લેમ્બોર્ગિની કારની કિંમત ખબર છે પણ આ પ્રકારની કાર ચલાવવું મારું સપનું છે. અને અંતે મેં આ કાર બનાવી લીધી. હાલ તે આખા વિસ્તારમાં એક સેલિબ્રિટી બની ગયો છે. અને અનેક લોકો તેની કાર જોવા માટે ગેરેજ પર આવી રહ્યા છે અને તેની સાથે સેલ્ફી લઈ રહ્યા છે.

About gujju

Check Also

ભંગારના ડબ્બા માંથી મળેલ એક પ્રાચીન સિક્કાએ વ્યક્તિનું આખું જીવન બદલી નાખ્યું રાતોરાત બની ગયો અમીર,જાણો….

એવું કહેવામાં આવે છે કે નસીબ બદલવામાં લાંબો સમય લેતો નથી અથવા જ્યારે ઉપરની કોઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *