Breaking News

આ ભારતીય મહિલાના મગજ માંથી ડોક્ટરો ને મળી આવી દુનિયાની સુધી મોટી વાઈટ ફંગસ…

કોરોના વાયરસ ની બીજી લહેર પછી હવે ભારતના લોકો માં બ્લેક અને વ્હાઈટ ફંગસનો મોટો ખતરો વધી રહ્યો છે. બન્ને બિમારીઓ કોરોનાથી પણ ઘણી વધારે જોખમી સાબિત થઈ રહી છે. ત્યાં જ ઈંદોરમાં રહેતી એક મહિલાના મગજમાંથી અત્યાર સુધીની દુનિયાની સૌથી મોટી વ્હાઈટ ફંગસ મળી આવી છે. જેને જોઈને ડોક્ટરો પણ આશ્ચર્ય માં મુકાઈ ગયા છે.

કેવી રીતે તેની જાણ થઇ?

મધ્ય પ્રદેશના ઈંદોરમાં બ્લેક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસ ના કેશો સામે આવી રહ્યા છે. ધાર જિલ્લાની રહેનાર 50 વર્ષની ઉમરવાળી એક મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તે કોરોના થી સંપૂર્ણ પણેસ્વસ્થ્ય થઈ ગઈ ત્યાર બાદ મહિલાને બ્રેન ટ્યૂમરના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ત્યાં ડોક્ટરોએ આ મહિલાનું ઓપરેશન કર્યા પછી ટ્યૂમર કાઢ્યુ હતું પણ જ્યારે આ ટ્યૂમરની બાયોપ્સી અને ટેસ્ટ કરાવવામાં આવ્યું તો તેમાંથી વ્હાઈટ ફંગસની પુષ્ટિ કરવામાં આવી. માનવામાં આવી રહ્યું છે કે આ અત્યાર સુધીની સૌથી મોટી વ્હાઈટ ફંગસ છે. જેનો આકાર 8.6 x 4 x 4.6 સેમી છે.

ફંગસ મોટી થવા પાછળનું કારણ

જાણકારોના કહ્યા અનુસાર દર્દીમાં ફંગસ ઈન્ફેક્શન લોહી થી ફેલાયું છે. જ્યારે સામાન્ય રીતે અત્યાર સુધી ફંગસ ઈન્ફેક્શનના લક્ષણ સૌપ્રથમ રીતે નાક અને આંખમાં જોવા મળ્યા. પરંતુ વ્હાઈટ ફંગસના આવા કોઈ લક્ષણ જોવા નથી મળ્યા.

જોકે પહેલા પણ વ્હાઈટ ફંગસ ભારતના ઘણા દર્દીઓમાં જોવા મળી છે. પરંતુ પહેલા કોરોણ થયેલ દર્દીઓમાં આ ઈન્ફેક્શન ઈંદૌરમાં પહેલી વખત જોવા મળ્યું હતું.

About gujju

Check Also

નીતા અંબાણી પાસે છે ૨૩૦ કરોડનું રોયલ વિમાન,જેમાં છે રાજમહેલ જેવી સુવિધાઓ,જુઓ આ અદભુત વિમાન ની તસવીરો…..

જો આપણે એશિયાની સૌથી શક્તિશાળી ઉદ્યોગપતિની વાત કરીએ તો નીતા અંબાણીના નામની જરૂર છે. નીતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *