Breaking News

સાબરમતી અને કાંકરિયા તળાવમાં મળ્યો કોરોના,વૈજ્ઞાનિકોએ લીધેલ પાણી ના સેમ્પલ માં થયો મોટો ખુલાસો…

કોરોના વાયરસે દુનિયાભરમાં તબાહી મચાવી છે. કોરોના પર અલગ અલગ સંશોધનો પણ કરવામાં આવ્યા છે, જેમાં પ્લાસ્ટિક પર, પિત્તળ પર, કપડા પર તેમજ બીજી ઘણી વસ્તુઓ પર કોરોના વાયરસ કેટલો સમય રહે છે તેના પર અનેક પ્રયોગો થયા હતા.

પરંતુ કોરોના વાયરસ નદીના ગંદા પાણીમાં પણ મળી આવ્યો છે. ગાંધીનગર IIT અને અન્ય સંસ્થા દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. જેમાં સાબરમતી નદી અને ચંડોળા તળાવના પાણીમાં કોરોના વાયરસ જીવતો મળી આવ્યો છે.

અમદાવાદમાં નદી ના પાણીમાં પણ કોરોના વાયરસ જોવા મળવાનો કિસ્સો સામે આવ્યા બાદ ચારેબાજુ આ વાત થવા માંડી છે. અમદાવાદના ની શાન ગણાતી સાબરમતી નદી, ચંડોળા તળાવના પાણીમાં પણ કોરોના વાયરસ મળ્યો હોવાનું એક સંશોધન સામે આવ્યું છે.

ગાંધીનગર IIT અને અન્ય સંસ્થાનું રીસર્ચ દ્વારા પાણીમાં કોરોના હોવાનું જણાવ્યું છે. પરંતુ પાણીથી કોરોના ફેલાવવાની કોઈ પુષ્ટિ નથી. અગાઉ ગાંધીનગર IIT દ્વારા અગાઉ ડ્રેનેજ વોટરને લઈ રીસર્ચ કર્યુ હતું.

તેથી નોંધનીય છે કે, થોડા સમય પહેલા ગાંધીનગર IIT દ્વારા ગંદા પાણીમા કોરોના વાયરસનું સંશોધન કર્યું છે. IIT ગાંધીનગર દ્વારા ગંદા પાણી નું સંશોધન કરી તેમાં કોરોના વાયરસ જીવતો મળ્યો હતો .

જેના સંશોધન થકી એ જાણી શકાયું હતું કે, અમદાવાદ ના ઘણા વિસ્તારમા કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ કયા પ્રકારની છે. કોરોના વાયરસના ટેસ્ટની સાથે વેસ્ટ વોટરનું ટેસ્ટ કરવામાં આવે તો સરકારને કોરોનાનું સંક્રમણ અટકાવવા ખાસ મદદ મળી શકે છે.

વળી એ લોકોમાં લક્ષણ દેખાય તે પહેલાં જ જાણી શકાય છે કે વિસ્તારમા કોઈ સંક્રમિત છે કે નહિ. આ રિસર્ચ દ્વારા કરવામાં આવતા સંક્રમણના ટેસ્ટના ફાઇન્ડિંગમાં એ પણ જાણવા મળ્યું છે કે, ગંદા પાણી માં કોરોના વાયરસ માત્ર 3 કલાક જીવિત રહી શકે છે અને આવનાર સમયમાં આ રિસર્ચ સબમિટ પણ કરાશે.

About gujju

Check Also

સુરતના મેયરના બંગલાનું લાઈટબિલ જાણીને હેરાન થઇ જાસો,પ્રજાના પૈસા લીલા લહેર…..

સુરતના મેયરના આ બંગલાને હળવાશથી ન લેવો જોઈએ સુરતના મેયર હેમાલી બોઘાવાલા એક સુંદર મહેલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *