Breaking News

અમદાવાદ માં પડ્યો ધોધમાર વરસાદ,થઈ ગયું ચોમાસાનું આગમન જાણો ક્યાં વિસ્તારો માં કેટલો વરસાદ….

રાજ્યના અમદાવાદ માં બુધવાર ના દિવસે બપોર પછી અચાનકજ અમદાવાદ ના વાતાવરણમાં પલટો આવ્યો એન બપોર પછી ૪ વગ્યા ની આજુબાજુ ના શહેરમાં હળવો વરસાદ થયો હતો.તે પછી સાંજ સમયે આકાશ માં કાળા ભમ્મર વાદળો જોવા મળ્યા હતા.

અને રાત્રીના સમયે ૮ વગ્યા થી ૧૦ વાગ્યા સુધી અમદાવાદ ના ઘણા વિસ્તારો માં વરસાદ વરસ્યો હતો.અમદાવાદ માં ૨ કલાક માં સરેરાશ પોણા બે ઇંચ વરસાદ નોધાયો હતો.

અમદાવાદ ના મેમ્કો વિસ્તારમાં સૌથી વધારે ૨ કલાકમાં ૩ ઇંચ જેટલો અને નરોડા માં અઢી ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.ચકુડિયા ,ઓઢવ ,નિકોલ,મણિનગર,વટવા,વિરાટનગર માં પણ બે થી પોણા બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

અમદાવાદ માં ઉત્તરના વિસ્તારો માં સૌથી વધારે અઢી ઇંચ વરસાદ પડ્યો હતો.વરસાદ ના કારણે શહેરના અનેક વિસ્તારો માં ટ્રાફિક જામ થયો હતો.ઘણા દિવસથી અમદાવાદ શહેરમાં ગરમી માં વધારો થયો હતોછેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ શહેરમાં ગરમીનું પ્રમાણ વધ્યુ હતુ, મંગળવારે શહેરનો મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોચી ગયો હતો.

ઉપરાંત વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં અસહ્ય ઉકળાટથી લોકો હેરાન-પરેશાન થઈ ચૂક્યાં હતા. આજે અચાનક શહેરમાં ધોધમાર વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બફારા અને ઉકળાટથી શહેરીજનોને રાહત મળી છે.

વરસાદ પડવાના કારણે અમદાવાદ ના અનેક વિસ્તારો માં ચોમાસા જેવી સ્થિતિ થઇ હતી.મોદી રાત્રે બુધવારે સાંજના સમયે વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો હતો.સાંજે અમદાવાદ માં વરસાદ વરસતા વાતાવરણ માં ખુશી નો માહોલ સર્જ્યો હતો.

 

About gujju

Check Also

વૈજ્ઞાનિકોની ચેતવણી:દર ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ માટે જીવલેણ બનશે કોરોનાનો સુપર મ્યુટન્ટ વેરિયંટ….

કોરોના વાયરસનો ચેપ વિશ્વમાં ચિંતાનો વિષય બની ગયો છે. નવું સંસ્કરણ ઘણા દેશોમાં તરંગો બનાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *