Breaking News

અમદાવાદ માં સતત બીજા દિવસે પણ પડ્યો ધોધમાર વરસાદ,વરસાદનું ધમાકેદર આગમન….

અમદાવાદ માં મેઘરાજાનું આગમન થાય ચૂક્યું છે.સવારથીજ વાદળછાયું વાતાવરણ થાય બાદ બપોર ના સમયે અમદાવાદના ઘણા વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો.જોવામાં આવે તો કાલે પણ સાંજે અમદાવાદ માં અનાધાર વરસાદ વરસ્યો હતો.કાલે અમદાવાદ માં બે કલાક માં સર્રેરાસ પોણા ૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.

શહેરના વસ્ત્રાપુર,પાલડી,વાસણા,નરોડા,યુનિવર્સીટી,જમાલપુર મેમનગર,લાલદરવાજા ના વિસ્તારોમાં અતિભારે વરસાદ નોંધ્યો છે.શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા કીટલાંય દિવસો થયા શહેરમાં ગરમીનો પારો ઉંચે ચઢ્યો હતો,અને વાતાવરણ માં ભેજ ની માત્ર પણ વધી હતી જેના કારણે લોકો અસહ્ય ઉકળાટ અનુભવી રહ્યા હતા.કાલે અમદાવાદમાં વરસાદ પડતા વતાવરણ ઠંડુ બન્યું હતું.

બુધવારે બપોરે અમદાવાદ શહેરમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરના જુદા જુદા ભાગોમાં બપોરે 4 વાગ્યે હળવા વરસાદ પડ્યો હતો. બાદમાં સાંજે શહેરમાં ઘેરા વાદળો છવાયેલા રહ્યા હતા અને રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.

અમદાવાદ શહેરમાં 2 કલાકમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરના મેમ્કો વિસ્તારમાં 2 કલાકમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે નરોડા વિસ્તારમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો. મુશળધાર વરસાદથી આ વિસ્તારમાં પાણી ભરાયા હતા.

ચકુડીયા,ઓઢવ , બિરાતનગર, નિકોલ, સરખેજ, કોતરપુર, મણિનગર, વટવામાં બે થી બે ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરના ઉત્તરીય વિસ્તારમાં મહત્તમ અઢી ઇંચ વરસાદ પડ્યો હતો ભારે વરસાદના કારણે અમદાવાદ શહેરના વિવિધ ભાગો પણ થોડા સમય માટે અવરોધિત થયા હતા.

About gujju

Check Also

સુરતના મેયરના બંગલાનું લાઈટબિલ જાણીને હેરાન થઇ જાસો,પ્રજાના પૈસા લીલા લહેર…..

સુરતના મેયરના આ બંગલાને હળવાશથી ન લેવો જોઈએ સુરતના મેયર હેમાલી બોઘાવાલા એક સુંદર મહેલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *