Breaking News

ગુજરાત માં ચોમાસુ બેશતા જ આવતા ૫ દિવસ ભારે,મૌસમ વિભાગના કહેવા પ્રમાણે જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાશે…..

મહારાષ્ટ્ર્ર અને કેરળ પછી ગુજરાતમાં પણ ચોમાસાનું અવતરણ થઇ રહ્યું છે.છેલ્લા ઘણા દિવસો થી ગરમીનું પ્રમાણ વધવાથી લોકો બફારાથી કંટાળી ગયા છે.આ સમયે મૌસહમ વિભાગના દર્શાવ્યા અનુસાર આવતા ૧૦ દિવસ માં ચોમાસા ની સત્તાવાર રીતે શરૂઆત થઇ શકે છે.

મોસમ વિભાગનું માનીએ તો ૧૬ જૂન થી રાજ્ય માં ચોમાસુ અવીંજાશે.આગામી ૫ દિવસ માં રાજ્ય ના અનેક વિસ્તારો માં વરસાદ આવી શકે છે.મૌસમ વિભાગ ની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા થી ભારે વરસાદ પડી શકે છે.બીજી બાજુ અમદાવાદ અને મધ્યગુજરાતમા વરસાદ પડી શકે છે.

હાલમાં મોટા ભાગના વિસ્તારો માં અત્યંત બફારો વર્તાય રહ્યો છે.અને વાતાવરણ માં ભેજ પણ જોવા મળી રહ્યો છે.હવામાન ખાતાએ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે.

મૌશમ વિભાગ ન માટે મુજબ ગુજરાત માં ૫ દિવસ વરસાદી માહોલ જામશે.જેમાં હળવાથી માંડીને ગાજવીજ સાથે વરસાદ થઇ શકે તાપી,વલસાડ,સુરત સાથે ગીર,જૂનાગઢ અને સોમનાથ માં વરસાદની આગાહી કરવામાં આવી છે.જયારે આવતીકાલથી માધ્યમ પ્રમાણ માં વરસાદ તાપી,ડાંગ,વલસાડ અને દાદરા નગરહવેલી માં વરસાદ ની શરૂઆત થશે.

૧૭ તારીખે બનાસકાંઠા,પાટણ,સાબરકાંઠા અને કચ્છ ના અનેક વિસ્તારો માં ભારે વરસાદ થી શકે છે.અને ૧૮ મી તારીખે વરસાદ ગાજવીજ સાથે સુરત,નર્મદા,તાપી,વલસાડ અને ગીર માં વરસાદ આવી શકે છે.હવામાન વિભાગ ની આગાહી પ્રમાણે હાલ રાજ્યમાં મધ્યમ વરસાદ વર્ષી શકે છે.

14થી 15 જુન વચ્ચે વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદર નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

મૌશમ વિભાગે કહ્યું છે કે જો ગુજરાત ના વાતાવરણ માં સાયકલોનિક સર્કલેશન સર્જાશે તો ભારે વરસાદ પડી શકે છે.અને બપોર બાદ કાળા વાદળો થી આકાશ ભરાઈ જશે અને ભારે વરસાદ થઇ શકે.

 

About gujju

Check Also

સુરતના મેયરના બંગલાનું લાઈટબિલ જાણીને હેરાન થઇ જાસો,પ્રજાના પૈસા લીલા લહેર…..

સુરતના મેયરના આ બંગલાને હળવાશથી ન લેવો જોઈએ સુરતના મેયર હેમાલી બોઘાવાલા એક સુંદર મહેલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *