Breaking News

ચમત્કાર: બે કાન,બે મોઢા અને ચાર આખો સાથે આ વાછરડાનો થયો જન્મ,જેને જોયું તે આશ્ચર્ય માં મુકાય ગયા….

ઉત્તરપ્રદેશ ના ચન્દૌલી જિલ્લા માં ભગવાનનો મોટો ચમત્કાર જોવા મળ્યો.અહીં ગામમાં બે માથા વાળા વિચિત્ર વાછરડાએ જન્મ લીધો,જેને જોવા માટે લોકો ની ભીડ ભેગી થઇ,દૂર દૂર થી લોકો આ વાછરડા ને જોવા પહોંચી ગયા છે.આ વાછરડું વિચિત્ર છે તેણે ૨ કાન,બે મોં અને ચાર આખો છે.ચંદોલી ના બરહુલી ગામના અરવિદ યાદવ ના ઘરે આ વાછરડાનો જન્મ થયો હતો.વાછરડુ એકદમ નિરોગી અને સ્વસ્થ છે.

રવિવાર ની સવારે અરવિંદ ભાઈ ના ઘરે રવિવારે વાછરડાનો જન્મ થયો હતો.પરંતુ જયારે પરિવાર ના લોકો એ વાછરડાને જોયું તો તેના બે માથા જોઈને તે લોકો આશ્ચર્ય માં મુકાય ગયા હતા.આ વાછરડાને જોવા આજુબાજુના ગામડાના લોકો આ જોવા ભેગા થઇ રહ્યા છે લોકો આને દૈવીય ચમત્કાર માને છે.

આ બનાવ વિશે ચિકિત્સા વિજ્ઞાન ના લોકોનું કહેવું છે કે ભૂ્ણના વિકસિત થવા દરમ્યાન સેલ્સના એબનોર્મલ વિકાસના લીધે આ પ્રકારની વસ્તુઓ સામે આવે છે. ચંદૌલીના મુખ્ય પશુ ચિકિત્સા અધિકારી ડૉકટર સત્ય પ્રકાશ પાંડેય એ માહિતી આપતા કહ્યું કે આ કોઇ દૈવી ચમત્કાર નથી.

તેમણે કહ્યું કે ગર્ભમાં ભ્રૂણના વિકસિત થવા દરમ્યાન કોશિકાઓ કેટલાંય ભાગોમાં વહેંચાયેલ છે અને આ પ્રક્રિયા દરમ્યાન કયારેક-કયારેક કોશિકાઓનો વધુ વિકાસ થઇ જાય છે. તેના લીધે બે માથા બની જાય છે.

About gujju

Check Also

વિશ્વનું સૌથી જૂનું વૃક્ષ એક વિદ્યાર્થીના કારણે થયું આવું…

વૃક્ષો અને છોડ આપણા જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. તેમના વિના માણસ એક મિનિટ પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *