Breaking News

ગુજરાત માં ૧૮ જૂન પછી બારે મેઘ થશે ખાંગા,સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ના આ વિસ્તારોમાં થશે ભારે થી અતિ ભારે વરસાદ…

આખા ગુજરાત માં હવે ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે.ધીરે ધીરે વરસાદી માહોલ જામતો દેખાય રહ્યો છે.ગુજરાતમાં અનેક જગ્યાએ થોડો થોડો વરસાદ નોંધાઈ ચુક્યો છે.તે વચ્ચે ગુજરાતમાં ૧૭ જૂન અને ૧૮ જૂને સાંબેલા ધાર વરસાદ ની આગાહી કરવા માં આવી છે.

મુંબઈ માં ખુબ વરસાદ વર્ષી રહ્યો છે તેથી ગુજરાત પર પણ વરસાદી સર્ક્યુલેશન વધી રહ્યું છે,જેથી સુપ્રથમ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઇ શકે છે.મૌસમ વિભાગની આગાહી મુજબ ૧૮ જૂન સુધી માં ગુજરાત માં વરસાદ થઇ શકે છે .

તમને કહી દઈએ કે હમણાં ૧૦ દિવસ થયા અમદાવાદ અને રાજકોટ માં ગરમીનો પારો આશરે ૩૯ ડિગ્રી સુધી પહોંચી ગયો છે.જયારે રાજ્યના કોક કોક વિસ્તારો માં છૂટો છવાયો વરસાદ પણ નોંધાયો છે.૧૭ જૂન સુધી રાજ્ય ના શહેરો માં ભારે વરસાદ આવવાની સંભવના નથી.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં વરસાદ નોંધાઈ શકે છે

મોશમ વિભાગના જણાવ્યા અનુસાર ૧૮મી જૂન સુધી રાજ્યમાં માધ્યમ વરસાદ પડી શકે છે.જેમાં 14થી 15 જુન વચ્ચે વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદર નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ 15 જૂન બાદ દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર પર અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે તો વરસાદ પણ સારો વરસશે. બીજી તરફ બપોર બાદ જે વાદળો ઘેરાશે, તે વરસાદ લાવવામાં ખૂબજ અસરકારક સાબિત થશે. ત્યારે આ વર્ષે આગાહી કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્રમાં 36 ઇંચ જેટલો કુલ વરસાદ પડશે. ચોમાસા પૂર્વે જે વરસાદ વરસશે તેનાથી બફારાનું પ્રમાણ સતત વધશે.

About gujju

Check Also

વૈજ્ઞાનિકોની ચેતવણી:દર ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ માટે જીવલેણ બનશે કોરોનાનો સુપર મ્યુટન્ટ વેરિયંટ….

કોરોના વાયરસનો ચેપ વિશ્વમાં ચિંતાનો વિષય બની ગયો છે. નવું સંસ્કરણ ઘણા દેશોમાં તરંગો બનાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *